અંજારના હત્યા કેસનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો

અંજારના ગંગાનાકા બી.એમ.પેટ્રોલપંપ ખાતે મુસ્તાક અસલમ સમાની છરીના ઘા મારી ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હત્યા નિપજાવી દેવાના બનાવમાંએલસીબી તથા અંજાર પોલીસ દ્વારા આરોપીઓને શોધી કાઢવા જુદી જુદી ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓ મહેશ લખુભાઈ કેરાસીયા (ઉ.વ.37) (રહે. પ્લોટ વિસ્તાર, લલીયાણા, તા. ભચાઉ – કચ્છ), શબ્બીર અબ્દુલકરીમ બાયડ (ઉ.વ.૩૩) (રહે. લાલશાપીરની દરગાહની પાછળ, મેઘપર બોરીચી, તા. અંજાર)વાળાને ઝડપી પાડયો હતો અને પુછપરછ કરતા મરણ જનારના પ્રેમસબંધના કારણે દુશ્મનાવટ હોવાથી તેને હાલ ફરાર આરોપી અસલમ ઉર્ફે અબોમામદ સમા(રહે. સુવઇ,તા.રાપર)વાળાએ છરીના ઘા મારેલ તથા આ બંને આરોપીએ મદદ કરેલ હોવાની કબુલાત આપી હતી.