આર્મી ટીમએ તેમના પરિવાર જનોને વિશ્વાસ અપાવ્યું કે ફસાઈ ગયેલા માણસોને ઘર વાપસી માટેના તમામ પ્રસાસ કરાશે

દુબઇમાં ધંધા અર્થે ગયેલા આપણા કચ્છના વ્યક્તિઓનું હાલ જ થોડાક સમય પેહેલા જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. જે સંદર્ભે ભીમ આર્મી ટીમ કચ્છ ને જાણ થતા તરત જ એક્શન મોડમાં આવી છે. ભીમ આર્મી ટીમ જિલ્લા ઉપાધ્યક્ષ અનીશ જુણેજા અને નખત્રાણા તાલુકાના મહામંત્રી હીરજી જે ભદ્રુ એ આગળ આવીને તેમના પરિવાર જનોની રૂબરૂ મુલાકાત કરી વિશ્વાસ અપાવ્યું છે. કે ફસાઈ ગયેલા માણસોને. એ લોકોની ઘર વાપસી માટેના તમામ પ્રસાસ કરાશે. ફસાઈ ગયેલા વ્યક્તિ ઓની બાબતે ભીમ આર્મીની ટીમને તેમના પરિવાર જનો તેમજ એજેન્ટ દ્વારા માહિતી મળ્યા મુજબ ટીમે જણાવ્યું છે. કે જેમાં ૧૦ જણા એવા છે. ૧૦ માં ધોરણ થી નીચું ભણેલા છે. એટલે તેમના પાસપોર્ટ ઇમિગ્રેશન ચેક રેક્યુર છે. વિદેશમાં કામ કરવા માટે EMPLOMENT વિઝા લાગેલ છે. તો ભારત સ્થળાન્તર કરવા માટે ઇમિગ્રેશન કરવું પડ્યું હશે. તો તેમના એગ્રીમેન્ટ પણ થયા હશે. અગ્રીમેન્ટ જે એમ્બેસીમાં સબમિટ કર્યા છે. તેની કોપી ચેક કરવામાં આવે કે singnature કોના છે.
મેસન, કાર્પેન્ટર સ્ટીલ ફિક્સરના પગાર ૧૨૦૦ + 3૦૦ બેઝિક હોવો જોઈએ
જે વર્કરના વીમા કોપી નથી આપ્યા વર્કર ને ખબર નથી કઈ એજન્સી દ્વારા ગયા છે જે ગયા છે એહ લોકો ના નામ સાથે જાહેરાત કરતા નામ જાહેર કર્યા છે.
૧.મનસુખ કારા ગરવા (ઢોરી)
૨.અનિલ ડાયાલાલ ભદ્રુ (મથલ)
3.પ્રેમજી મેઘજી મહેશ્વરી (દહિસરા)
૪.દિનેશ રામજી બલિયા (માનકુવા)
૫.વિજય કાનજી મહેશ્વરી (દરશડી)
૬.જેઠાલાલ પરમાર નાના (વાલ્કા)
૭ હરેશ રામજી જેપાર (સાગનારા)
૮.જયંતી ભીમજી મહેશ્વરી (અંજાર)
૯.હિરાલાલ માલશી મારવાડા (બિદડા)
૧૦.ચંદ્રેશ બાબુલાલ ભદ્રુ (અંગિયા)
આ નામના વ્યક્તિઓ ફસાયા છે. તેવી માહિતી ભીમ આર્મી ટીમે આપી છે