અમેરિકા-ઈરાન વચ્ચે મહામુલાકાત:ઈસ્લામાબાદમાં આમને-સામને હશે બંને દેશો
copy image

COPY IMAGE
મધ્ય-પૂર્વની સ્થિતિ વચ્ચે ઈરાન અને અમેરિકાના સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ હિલચાલ જોવા મળી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સત્તાવાર પુષ્ટિવિના એવા અહેવાલો જાહેર થયા છે કે આગામી સોમવારે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે બીજા રાઉન્ડની મંત્રણા યોજાઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જ આડકતરી રીતે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં જ કોઈ મોટો ઉકેલ આવી શકે છે. CNN ના રિપોર્ટ મુજબ , ઈરાની સૂત્રોએ દાવો કર્યો છે કે બંને પક્ષો વચ્ચે પડદા પાછળની તૈયારીઓ પૂર્ણ થઈ છે. અગાઉ વીકેન્ડમાં થયેલી ચર્ચાઓ અનિર્ણિત રહી હતી, પરંતુ હવે સમય ઓછો હોવાથી આ બેઠક અત્યંત મહત્વની છે:વૈશ્વિક ઊર્જા સંકટની ચેતવણીઆ વિવાદનું મુખ્ય કેન્દ્ર હોર્મુઝ સ્ટ્રેટ છે. ઈરાને આ રસ્તો કોમર્શિયલ જહાજો માટે ખુલ્લો હોવાનું કહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે ઈરાનની સંસદના સ્પીકરે સ્પષ્ટ રીતે કહ્યું છે,કે જો અમેરિકા તેની દરિયાઈ નાકાબંધી નહીં હટાવે, તો આ વ્યૂહાત્મક માર્ગ ફરીથી બંધ કરી દેવામાં આવશે.જ્યારે હાલ આ માર્ગ પરથી જહાજોની અવરજવર નહિવત જોવા મળી રહી છે, જેના કારણે તેલના વૈશ્વિક ભાવ વધવાની ભીતિ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન નરમ પડ્યું છે અને બંને દેશો સમજૂતીની ખૂબ નજીક છે. જોકે, ઈરાનના ટોચના અધિકારીઓ આ દાવાને નકારી રહ્યા છે. ઈરાનનું કહેવું છે કે હજુ સુધી કોઈ મોટો કરાર થયો નથી અને ઘણા ગંભીર મુદ્દાઓ પર મતભેદ યથાવત છે.