રાપર તાલુકા/જીલ્લા પંચાયત ચુંટણી શાંતિપૂર્વક યોજાય તે માટે રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્યએ ગુજરાત ચૂંટણી આયોગ સહિત વહીવટી તંત્ર સમક્ષ રજુત કરી.
રાપર વિધાનસભા વિસ્તારના લોકોના પ્રશ્નને હંમેશા ધ્યાને લઈ વાચા આપવા તત્પર રહેતા તેમજ વારંવાર મૌખિક તથા લેખિત રજુઆત પણ કરતાં હોય છે.રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી ગુજરાત રાજય ચૂંટણી આયોગ , (પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત , કરછ કલેકટરશ્રી તથા રેન્જ વડાશ્રી કરછ સરહદી રેન્જ ,પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કરછ પોલીસ વિભાગ ગાંધીધામ-કરછ , ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી રાપર સમક્ષ લેખિત રજુઆત કરતાં જણાવ્યુ હતું કે હાલે જાહેર થયેલ ગ્રામ સ્વરાજ્ય તાલુકા/જીલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત મારા મતવિસ્તાર હેઠળના રાપર અને ભચાઉ વિસ્તારના બુથોમાં માથાભારે લૂખ્ખાં તત્વોનો અતિ ત્રાસ હોઈ તેમજ દર વખતે બુથો પર નાની મોટી માથાકૂટો કરી સરકારી અધિકારી,કર્મચારીઓને હેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી પ્રજામાં ડરનો માહોલ ઊભો કરતા હોય છે. તેમજ મતદાન મથકોએ ભય જનક વાતાવરણ ઊભું કરી રાજય ચૂંટણી આયોગ સામે સવાલો ઊભા થતાં હોય છે.આ સમગ્ર બાબતની પૂર્વ તૈયારીના ભાગ રૂપે રાપર-ભચાઉ તાલુકાના દરેક મતદાન મથકમાં સંપૂર્ણ સુરક્ષાના ભાગ રૂપે તટસ્થ અને પારદર્શક ચુંટણી પ્રક્રિયા થાય તે મુજબની જરૂરી ખાસ કાળજી રાખી રાપર ના તમામ મતદાન મથકો પર કડક વલણ ધરાવતા ઝાબાઝ SRP (સ્ટેટ રિસર્વ પોલીસ) ની સુરક્ષા ફાળવવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી .
વધુમાં આપ સાહેબશ્રી જણાવવાનું અત્રે નોંધનીય છે કે અગાઉ ની વિવિધ ચુંટણીઓમાં વિસ્તારના ગુંડા તત્વો દ્વારા લોકોમાં ભય ફેલાવી રાપર/ભચાઉ તાલુકામાં બૂથ કેપ્ચરીંગની ઘટનાઓ પ્રકાશિત થયેલ છે જેથી તમામ બૂથો પર સઘન અને કડક સુરક્ષા સાથોસાથ સંપૂર્ણ લાઈવ સી.સી.ટી.વી કેમરા રાખવામાં આવે.