રાપર તાલુકા/જીલ્લા પંચાયત ચુંટણી શાંતિપૂર્વક અને નિષ્પક્ષ રીતે ચૂંટણી પ્રક્રિયા યોજાય વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરી.
રાપર ના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા એ મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી ગુજરાત રાજય ચૂંટણી આયોગ સમક્ષ લેખિત રજુઆત કરતાં જણાવ્યુ હતું કે હાલે જાહેર થયેલ ગ્રામ સ્વરાજ્ય તાલુકા/જીલ્લા પંચાયત ચૂંટણી અંતર્ગત રાપર અને ભચાઉ વિસ્તારના બુથોમાં માથાભારે લૂખ્ખાં તત્વોનો અતિ ત્રાસ હોઈ તેમજ દર વખતે બુથો પર નાની મોટી માથાકૂટો કરી સરકારી અધિકારી,કર્મચારીઓને હેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી પ્રજામાં ડરનો માહોલ ઊભો કરી અને મતદાન મથકોએ ભય જનક વાતાવરણ ઊભું કરી રાજય ચૂંટણી આયોગ સામે સવાલો ઊભા થતાં હોય છે.આ સમગ્ર બાબતની પૂર્વ તૈયારીના ભાગ રૂપે રાપર/ભચાઉ તાલુકાના દરેક મતદાન મથક સંપૂર્ણ લાઈવ સી.સી.ટી.વી સાથે તટસ્થ અને પારદર્શક ચુંટણી પ્રક્રિયા થાય તે મુજબની જરૂરી ખાસ કાળજી રાખી.તેમજ નિષ્પક્ષ કડક વલણ ધરાવતા અધિકારીઓની નિમણૂક કરી ચૂંટણી પ્રક્રિયા નિર્વિવાદિત અને જનતામાં ભય સંકોશ વગર શાંતિપૂર્વક યોજાય તે દિશામાં કાર્યવાહી કરવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી. વધુમાં જણાવ્યું હતું કે અગાઉ ની વિવિધ ચુંટણીઓમાં વિસ્તારના ગુંડા તત્વો દ્વારા લોકોમાં ભય ફેલાવી રાપર/ભચાઉ તાલુકામાં બૂથ કેપ્ચરીંગની ઘટનાઓ પ્રકાશિત થયેલ છે જેથી તમામ બૂથો પર સઘન અને કડક સુરક્ષા સાથોસાથ સંપૂર્ણ લાઈવ સી.સી.ટી.વી કેમરા રાખવામાં આવે.
રાજકીય પક્ષની જવાબદારીના ભાગરૂપે અમો વહીવટી તંત્રને જયા જરૂર પડે મદદરૂપ થવા સંપુર્ણ તૈયાર છીએ.