ભારત સરકારના ખોટા આધાર તેમજ દસ્તાવેજો બનાવવામાં સંડોવાયેલ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભુજ

બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સ્થાનિક સ્વરાજ ચુટણી-૨૦૨૬ અનુસંધાને પેરોલ, ફર્લો, વચગાળા જામીન ફરારી, જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય,
જે સુચના અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એલ.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ અત્રેના જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચુટણી-૨૦૨૬ અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને શોધવા સ.વા.થી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે,
ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૮૩/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ ૩૩૬(૨),૩૩૭,૩૩૯,૩૪૦(૨), તથા પાસપોર્ટ એક્ટ-૧૯૨૦ ની કલમ ૩(એ) મુજબના ગુના કામે છેલ્લા એક વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો આરોપી લતીફ ફકીર મામદ ખલીફા, રહે.કોડકી તા.ભુજવાળો હાલે લખુરાઇ ચાર રસ્તા પાસે હાજર હોવાની સચોટ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા મજકુર ઇસમ હાજર મળી આવતા તેને બી.એન.એસ.એસ.કલમ ૩૫,(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબ્જો ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં
પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર એમ.એલ.વાઘેલા સાહેબનાઓ સાથે તાબાના એ.એસ.આઇ. હરીલાલ બારોટ તથા પુંજાભાઇ ચાડ તથા પો.હેડ.કોન્સ કનકસિંહ ગોહીલ તથા ભુપેન્દ્રસિંહ ઝાલા તથા બલવંતસિંહ જાડેજા તથા પો.કોન્સ. અશોકસિંહ ઝાલા તથા મ.પો.કોન્સ.નિરુબેન મુળી તથા ડ્રા.પો.હે.કોન્સ. સુરેશભાઇ ચોધરીનાઓ જોડાયેલ હતા.