પ્રસિદ્ધ અભિનેત્રી કરિશ્મા કપૂરે ભુજમાં કલ્યાણ જ્વેલર્સના પ્રથમ શોરૂમનું ઉદઘાટન કર્યું

ભુજમાં જવેલરીનો બેજોડ અનુભવ આધુનિક લાઈફસ્ટાઈલ ટ્રેન્ડ્સ સાથે કયાતીત વારસાનું મિશ્રણ

ભુજ, 18 એપ્રિલ, 2026: ભારતની સૌથી વિશ્વસનીય જવેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે આજે ભુજમાં મિરઝાપર રોડ ખાતે તેના પ્રથમ શોરૂમના ભવ્ય ઉદઘાટન સાથે ગુજરાતમાં તેના રિટેઇલ વિસ્તરણમાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ લોંચ સાથે કલ્યાણની લોકપ્રિય લાઇફસ્ટાઈલ જવેલરી બ્રાન્ડ કેન્ડેરના નવા શોરૂમને પણ લોંચ કરવામાં આવ્યો હતો. ભૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરે એક ભવ્ય સમારોહમાં માનનીય મહેમાનો અને સ્થાનિક ગ્રાહકોની ઉપસ્થિતિમાં બન્ને શોરૂમનું ઉદઘાટન કર્યું હતું.

આ વ્યૂહાત્મક કદમ કલ્યાણ જવેલર્સના ક્લાસિક, બ્રાઇડલ-કેન્દ્રિત કલેક્શનને કેન્ડેરના ટ્રેન્ડી, સમકાલીન ડિઝાઇન સાથે સાહ-સ્થાપિત કરે છે, જે પ્રદેશ માટે એક પ્રીમિયર, વન-સ્ટોપ જવેલરી ડેસ્ટિનેશન સ્થાપિત કરે છે. અદ્યન શોરૂમ વૈભવી વાતાવરણ અને બેજોડ સિલેક્શન પ્રદાન કરે છે, જે કાલાતીત બ્રાઇડલ પારંપરિક ચીજોથી લઇને મોર્ડન, લાઇટવેઇટ પીસ ઇચ્છતા જેન ઝી અને પ્રોફેશનલ્સ એમ દરેક ગ્રાહક વર્ગની જરૂરિયાતને પૂર્ણ માટે ડિઝાઇન કરાઇ છે.

કેન્ડેર શોરૂમ વિશેષ કરીને આજના જેન-ઝી, વર્કિંગ વુમન અને સ્ટાઇલ-સેવી પુરુષોને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેમાં તેના ટ્રેન્ડી અને લાઇટવેઇટ કલેક્શન છે, જેની કિંમત રૂ. 10,000થી શરૂ થાય છે. ડિજિટલ-ફર્સ્ટ બ્રાન્ડથી ઓમ્ની ચેનલ રિટેલર સુધી વિકસતા કેન્ડેર ઓનલાઈન શોપિંગની સુવિધાને ભૌતિક સ્ટોરના આવશ્યક સ્પર્શ અને અનુભૂતિ અનુભવ સાથે એકીકૃત રીતે મિશ્રિત કરે છે.

આ પ્રસંગે કરિશ્મા કપૂરે કહ્યું હતું કે, “મુજ શહેરમાં કલ્યાણ જવેલર્સના પ્રથમ શોરૂમનું ઉદઘાટન કરવા માટે ઉપસ્થિત રહેવું મારા માટે ખુશીની વાત છે. કલ્યાણ બ્રાન્ડ વિશ્વાસ, પારદર્શિતા અને ભારતીય વારસા માટે સન્માનના આધાર ઉપર તૈયાર થઈ છે. આ નવો સ્ટોર કલ્યાણના પરંપરાગત ગોલ્ડ અને ડાયમંડ કલેક્શનની સાથે-સાથે કેન્ડેરની ફ્રેશ અને મોર્ડન ડિઝાઇનને રજૂ કરશે. મને વિશ્વાસ છે કે ભુજના રહેવાસીઓ આ અનોખા અને સંપૂર્ણ જવેલરી ખરીદીના અનુભવને હૃદયપૂર્વક અપનાવશે.”

નવા ચોરૂમના લોય અંગે પ્રતિક્રિયા આપતા કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમણે કહ્યું હતું કે, “ભુજમાં અમારા પ્રથમ શોરૂમનો લોંચ સાથે અમે ગુજરાતમાં અમારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરવા એક સર્વાંગી ઈકોસિસ્ટમની રચના કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. કલ્યાણ જવેલર્સ અને કેન્ડેરને એક છત નીચે લાવીને અમે દરેક પ્રસંગ માટે વિશ્વ-સ્તરીય વિકલ્પો પ્રદાન કરવા અને ખરીદીના અનુભવમાં વધારો કરી રહ્યા છીએ. જવેલરી ખરીદવાના શુભ સમય અક્ષય તૃતિયા નિમિત્તે અમે ગ્રાહકોને વિશ્વાસ અને પારદર્શિતાની અમારી ખાતરી સાથે અમારા કલેક્શનની વિશાળ શ્રેણીનો અનુભવ કરવા આમંત્રિત કરીએ છીએ. અમે વિશ્વાસ અને પારદર્શિતાના મૂલ્યો પ્રત્યે કટીબ છીએ તથા અમારા ગ્રાહકો ઉત્તમ કારીગરી અને સર્ટિફાઇડ જવેલરી મેળવે તે સુનિશ્ચિત કરી રહ્યા છીએ”

આ લોન્ચની ઉજવણી કરતા કલ્યાણ જવેલર્સે સ્ટોરમાં વિશિષ્ટ ઓફર્સની શ્રેણીની જાહેરાત કરી છે, જેમાં એક લાખથી વધુની ખરીદી પર મેકિંગ ચાર્જ પર 50 ટકા સુધીની છૂટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રાહકોને કલ્યાણના સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટનો લાભ મળશે જે બજારમાં સૌથી વધુ સ્પર્ધાત્મક અને પારદર્શક સોનાના ભાવ સુનિશ્ચિત કરશે, જે કંપનીના તમામ શોરૂમમાં સુસંગત રહેશે.

આ ભવ્ય લોંચની ઉજવણી કરતાં કલ્યાણ જવેલર્સ એક લાખથી વધુની ખરીદી ઉપર મેકિંગ ચાર્જીસમાં 50 ટકાની છૂટ મર્યાદિત સમય માટે રજૂ કરી છે. આ ઉપરાંત ગ્રાહકોને કલ્યાણના સ્પેશિયલ ગોલ્ડ બોર્ડ રેટનો પણ લાભ મળશે, જે માર્કેટમાં સૌથી સ્પર્ધાત્મક અને પારદર્શક સોનાની કિંમતો સુનિશ્ચિત કરે છે અને કંપનીના તમામ શોરૂમમાં એકરૂપ છે
કલ્યાણ જ્વેલર્સમાં તમામ જ્વેલરી બીઆઈએસ-હોલમાર્ક ધરાવે છે અને શુદ્ધતાના અનેક પરીક્ષણોમાંથી પસાર થાય છે. માનવતા ગ્રાહકો સોનાની શુદ્ધતાની ગેરંટી, દાગીનાનું વિનામૂલ્યે આજીવન મેન્ટેનન્સ, પ્રોડક્ટની વિસ્તૃત માહિતી, પારદર્શક એક્સચે-જ તથા બાય-બેક પોલિસીનો લાભ આપતું કલ્યાણ જવેલર્સ 4-લેવલ એશ્યોરન્સ સર્ટિફિકેટ પણ મેળવશે. આ ખાતરી પોતાના મૂલ્યવાન ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા અને વિશ્વાસ પ્રદાન પાડવાની કલ્યાણ જવેલર્સની અતૂટ કટીબદ્ધતા દર્શાવે છે.

આ શોરૂમ મુહુરત (લગ્નપ્રસંગ માટેના દાગીના), મુદ્રા (હાથ વડે તૈયાર કરાયેલી એન્ટિક જવેલરી), નિમાહ (ટેમ્પલ જવેલરી), ગ્લો (ડાન્સિંગ ડાયમંડ્સ), ઝિઆ (સોલિટેર જેવી ડાયમંડ જવેલરી), અનોખી (અનકટ ડાયમંડ્સ), અપૂર્વા (વિશેષ પ્રસંગો માટેના ડાયમંડ્સ), અંતરા (વેડિંગ ડાયમંડ્સ), હેરા (રોજબરોજ પહેરવા માટેના ડાયમંડ્સ), રંગ (કિંમતી રત્નોની જવેલરી) અને તાજેતરમાં લોંચ કરેલી લીલા (કલર સ્ટોન અને ડાયમંડ જ્વેલરી) સહિતની કલ્યાણની લોકપ્રિય હાઉસ બ્રાન્ડ્સ પણ જૂ કરશે