ભચાઉમાં ટ્રકે મોટરસાઈકલ ચાલકને હડફેટે લેતાં 20 વર્ષીય યુવાનનું મોત

acc

copy image

copy image

ભચાઉમાં પૂરઝડપે ટ્રકે મોટરસાઈકલ ચાલકને હડફેટે લેતાં ગંભીર રીતે ઈજાના પગલે 20 વર્ષીય તાજમામદ નૂર મામદ ત્રાયાનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો અનુસંધાને. અકસ્માતનો આ બનાવ બપોરના 1.15 વાગ્યાના સમયાંતરે પટેલ શો-રૂમ તથા વેરાઈ ગેસ્ટ હાઉસની વચ્ચે સર્વિસ રોડ ઉપર બન્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યું હતું કે, ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને મોટરસાઈકલને ટક્કર મારી હતી, જેમાં મોટરસાઈકલ ચાલક તાજમામદને માથાંના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં છેલ્લા શ્વાસ લીધા હતા . પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ગુનામાં સામેલ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.