ચૂંટણીના ધમધમાટ વચ્ચે પૂર્વ કચ્છમાં વિવિધ વિસ્તારોમાં દારૂની બદીને નાથવા માટે સ્થાનિક પોલીસની કસોટી શરૂ

copy image

copy image

ચૂંટણીના ધમધમાટ વચ્ચે પૂર્વ કચ્છમાં વિવિધ વિસ્તારોમાં દારૂની બદીને નાથવા માટે સ્થાનિક પોલીસની કસોટી શરૂ થઈ છે. પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ સહિતના વિસ્તારમાં દારૂની બદીએ માથું ઊંચક્યું હોવાની ફરિયાદ સમયાંતરે ઊઠી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભૂતકાળના સમયમાં ત્રસ્ત બનેલા લોકોએ દારૂના અડ્ડા ઉપર જનતારેડ કરીને પોલીસ પ્રસાશનની કામગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે. આ સ્થિતિમાં ચૂંટણીમાં નાશ પ્રેમીઓ માટે વ્યવસ્થા ગોઠવવા માટે બુટલેગરોએ બહારના રાજ્યમાંથી દારૂનો જથ્થો એકત્રિત કરવા કાર્યવાહી હાથ ધરી છે. . ચૂંટણી ના સમયમાં બુટલેગરોએ પૂર્વ કચ્છમાં દારૂ ઠાલવવાની પેરવી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પોલીસ દ્વારા પકડાયેલા માતબર રકમના દારૂના જથ્થાના પ્રકરણમાં મૂળ સુધી તપાસ થતી ન હોવાના આક્ષેપો પણ ઊઠયા છે. ચૂંટણીમાં કેફી પીણુ પીનારા વર્ગને સાચવવા તથા ખાટલા બેઠકોમાં દારૂ આપવા તથા પહોંચાડવા વિવિધ મોરચે કથિત તૈયારીઓ આરંભી છે. જો કે, આ ગોઠવણને નિષ્ફળ બનાવવા અને દારૂની બદીને અટકાવવા માટે સ્થાનિક પોલીસને કેટલા અંશે સફળતા મળે તેના ઉપર સૌની નઝર છે.