ગાંધીધામમાં પોલીસે 13 કિલો માદક પદાર્થના જથ્થા સાથે તહોમતદારને ઝડપ્યો

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નશીલા પદાર્થો વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલી “SAY NO TO DRUGS” ઝુંબેશ અંતર્ગત ગાંધીધામ “બી” ડિવિઝન પોલીસે કાર્ગો આઝાદનગર વિસ્તારમાંથી 13.787 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પીઆઇ એસ.વી. ગોજીયાની ટીમે બાતમીના આધારે રેલ્વે પાટા નજીક બાવળની ઝાડીમાં રેઇડ કરી વિકેશભાઇ રમેશભાઈ વાંસવરીયાને 6,89,350 ની કિંમતના માદક પદાર્થ સાથે ઝડપી પાડયો હતો. આ જથ્થો ઓરિસ્સાના ચંદન નામના શખ્સે પૂરો પાડયો હોવાનું ખુલ્યું હતું. જે પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજાનો જથ્થો અને મોબાઈલ સહિત કુલ 6,94,350 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.