ઇટાલીમાં ગુરુદ્વારાની બહાર બે ભારતીયોની ગોળી મારીને કરપીણ હત્યા

image-210

copy image

copy image

ઇટાલીના બર્ગામો પ્રાંતના કોવો (Covo) શહેરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસંધાને શુક્રવારે મોડી રાત્રે વૈશાખી પર્વની ઉજવણી કરીને ગુરુદ્વારાની બહાર નીકળી રહેલા બે ભારતીય પુરુષોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, આ હુમલો પૂર્વઆયોજિત કાવતરું હોવાનું જાણવા મળે છે.આ ઘટના શુક્રવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રિના સમયાંતરે બની હતી. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા માતા સાહિબ કૌર જી ખાતે શીખ સમુદાયના લોકો વૈશાખી નિમિત્તે એકઠા થયા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે લોકો બહાર નીકળી રહ્યા હતા, ત્યારે આ હુમલો થયો હતો.