ભુજ મધ્યે સોશિયલ મિડિયામાં ગેરકાયદેસર વિડિયો વાયરલ કરનાર ઇસમને દારૂ બિયર તથા લોખંડના પાઇપ સાથે પકડી પાડતી lcb પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સોશિયલ મિડિયા ઉપર વોચ રાખી ગેરકાયદેસર વિડિયો અપલોડ કરનાર ઇસમો કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
આજરોજ સોશિયલ મિડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર જન્મદિવસ ઉજવણી બાબતેનો ગેરકાયદેસર વિડિયો એક ઇસમે વાયરલ કરેલ.
જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓને ઉપરોક્ત ઇસમને પકડી પાડવા માટે સુચના આપેલ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફ દ્વારા મજકુર ઇસમની તપાસ કરતા લોટોસ કોલોની વિસ્તારમાંથી મજકુર પારસ રમેશગર ગુંસાઇ ઉ.વ.૨૬ રહે.વાલ્મીકીનગર પ્રાથમિકશાળાની બાજુમાં, ભુજવાળો ફોર વિલ્હર ગાડી સાથે મળી આવેલ અને મજકુરના કબ્જાની ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ બીયર તથા એક લોખડનો મોટો પાઇપ મળી આવેલ જે તમામ મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નીચે મુજબના ગુના રજીસ્ટર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
. પકડાયેલ આરોપી
પારસ રમેશગર ગુંસાઈ ઉ.વ.૨૬ રહે.વાલ્મીકીનગર પ્રાથમિકશાળાની બાજુમાં, ભુજ
♦ કબ્જે કરેલ મુદ્દામાલ
ભારતીય બનાવટના વિદેશી બીયરના ટીન નંગ ૦૨ કી.રૂ. ૩૬૦/-
- દારૂની હેરા-ફેરીની ઉપયોગમાં લીધેલ ફોર વિલ્હર ગાડી રજી.નં. જીજે ૧૨ એફ.સી. ૬૫૪૬ કી.રૂ.૫.૦૦,૦૦૦/-
- મોબાઇલ ફોન નંગ ૦૧ જેની કી.રૂ. ૧૦,૦૦૦/-
લોખંડનો પાઇપ નંગ-૦૧ કી.રૂ.૧૦૦/-
:• પકડવાનો બાકી આરોપી
- અજય લોહરા રહે.લોટસ કોલોની, ભુજ
- પકડાયેલ આરોપી પારસ રમેશગર વિરુધ્ધ નીચે મુજબના ગુના રજીસ્ટર કરાવેલ છે.
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૪૧૩/૨૦૨૬ ધી ગુજરાત પ્રોહી એકટ કલમ ૬૫ (એ) (એ). ૯૮(૨), ૮૧ મુજબ
ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૪૧૪/૨૦૨૬ જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ