નાના વરનોરા ગામમાંથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદક રાખનાર એક ઇસમને ઝડપી પાડતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.રા) અમદાવાદનાઓ દ્વારા આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી-૨૦૨૬ યોજાનારા હોય કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિને ધ્યાને રાખી ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ. ભુજનાઓએ ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી.ના પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર તથા પો.ઇન્સ. શ્રી એમ.આર. સકોરીયાનાઓએ તાબાના અધિકારીઓ/કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા,
દરમ્યાન આજરોજ તા.૧૯/૦૪/૨૦૨૬ના રોજ એસ.ઓ.જી. ના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા તથા નરેન્દ્રસિંહ ઝાલાનાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ તાલુકાના નાના વરનોરા ગામની ઉતરાદી સીમમાંથી આરોપી સૈફુન જભાર મમણ, ઉવ.૨૪, રહે. ગામ. નાના વરનોરા, તા.ભુજવાળાને પાસ-પરમીટ કે માન્ય આધાર-પુરાવા વિના ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૨,૦૦૦/- સાથે ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ તથા જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત- :સૈફુન જભાર મમણ, ઉવ.૨૪, રહે. ગામ. નાના વરનોરા, તા.ભુજ
પકડાયેલ મુદામાલની વિગત- (૧) દેશી બનાવટની બંદુક (અગ્નિશસ્ત્ર) નંગ ૦૧, કિ.રૂ. ૨,૦૦૦/- (૨) વીવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ. ૫,૦૦૦/- કુલ કિં.રૂ. ૭,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ- : એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.ડી.પરમાર સાહેબ, પો.ઇન્સ.શ્રી એમ.આર. સકોરીયા સાહેબ તથા પો.સબ.ઈન્સ. ટી.બી રબારી સાહેબ તથા એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, પો.હે.કો. રઘુવીરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, લોક રક્ષક મહિપાલસિંહ જાડેજા તથા ડ્રા.પો.હેડ.કોન્સ. મહિપતસિંહ સોલંકીનાઓએ સદર કામગીરી કરેલ છે.