પવનચક્કીમાંથી થયેલ કોપર કેબલની ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણાનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા માટે અબડાસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન લાખાભાઇ રબારી તથા અનિલભાઈ ખટાણાનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, હસણ સીદીક મોકરશી રહે.ભદ્રાવાંઢ તા.અબડાસા વાળો તથા તેની સાથે અન્ય ત્રણ ચાર માણસોએ કોસા ગામની સીમમા આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીમાથી કોપર કેબલની ચોરી કરેલ હતી અને ચોરી કરેલ કોપર કેબલ ગામની સીમમા સંતાડી દીધેલ હતો અને જે આજે સગે વગે કરવાની ફીરાકમા છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ત્રણ ઇસમો (૧) હસણ સીદીક મોકરશી ઉ.વ.૪૦ રહે-ભદ્રાવાંઢ તા-અબડાસા (૨) ઓસમાણગની જાકબ મંધરા ઉ.વ.૩૦ રહે-કોસા તા-અબડાસા તથા (૩) સાહીલ અબ્દુલ ગઝણ ઉ.વ.૧૯ રહે-કોસા તા-અબડાસા વાળાઓ મળી આવેલ અને તેમની પાસેથી કોપર કેબલ અંદાજીત-૩૦૦ કી.ગ્રા મળી આવેલ જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જણાવેલ કે, આ કોપર કેબલ આજથી અંદાજીત વીસેક દીવસ પહેલા અમે ત્રણ તથા શકુર જુણસ ગઝણ રહે.કોસા તા-અબડાસા વાળાઓએ સાથે મળીને કોસા ગામની સીમમા આવેલ સુઝલોન કંપનીની પવનચક્કી નં-૨૮૯ માંથી સાથે મળીને રાત્રીના સમયે ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે વાયોર પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમોને અટક કરી આગળની કાર્યવાહી સારૂ વાયોર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
મળી આવેલ મુદામાલ
- કોપર વાયરો ૩૦૦ કિ.ગ્રા કિં.રૂ. ૨,૧૦,000/-
- પકડાયેલ આરોપીઓ
- હસણ સીદીક મોકરશી ઉ.વ.૪૦ રહે. ભદ્રાવાંઢ તા. અબડાસા
- ઓસમાણગની જાકબ મંધરા ઉ.વ.૩૦ રહે. કોસા તા. અબડાસા
- સાહીલ અબ્દુલ ગઝણ ઉં.વ.૧૯ રહે. કોસા તા. અબડાસા
પકડવાના બાકી આરોપી
- શકુર જુણસ ગઝણ રહે. કોસા તા. અબડાસા
- નીચે મુજબનો વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ
- વાયોર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૦૫૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૩૨૪(૪) મુજબ