રતનબાઈ દેવજી ભુડીયા તા,17/4ના રોજ ભગવાનનુ નામ સ્મરણ કરતા અક્ષરધામ નિવાસી થયેલ જેની આજ રોજ ભાઈઓ તેમજ બહેનોના મંદિરે ગુણાનુવાદ સભા યોજાઈ હતી

ગામ કેરાના મહંત સાંખ્યયોગી રતનબાઈ દેવજી ભુડીયા જે તા, 17/4/2026 ના રોજ ભગવાનનુ નામ સ્મરણ કરતા અક્ષરધામ નિવાસી થયેલ છે જેમની આજ રોજ તા,20/4/2026 ના રોજ ભાઈઓ તેમજ બહેનોના મંદિરે ગુણાનુવાદ સભા યોજાઈ હતી જેમાં ભુજ મંદિરના મહંત સાંખ્યયોગી સામબાઈ ફઈ તેમજ ચોવીસી મંદિરના સાંખ્યયોગી બહેનો ગામ તેમજ ચોવીસીના હરિભક્તો રતનબાઈ ફઈ ને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા ત્યાર બાદ બહેનોના મંદિરમાં મહંત સાંખ્યયોગી તરીકે સામબાઈ લાલજી ભુવા તેમજ સાથી તરીકે દેવબાઈ મુરજી ખેતાણી ને ગામ લોકો તેમજ ચોવીસીના સાંખ્યયોગી બહેનો કર્મયોગી બહેનો તેમજ હરિ ભક્તોએ નરનારાયણદેવ ની જય અને તાળીઓ સાથે વધાવી લીધા હતા