અંજાર તાલુકાના ભીમાસર પાસે ખોદકામ દરમ્યાન અજાણ્યા  પુરુષનો મૃતદેહ મળતા ચકચાર

image-157

copy image

copy image

અંજાર તાલુકાના ભીમાસર પાસે ખોદકામ દરમ્યાન અજાણ્યા  પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર પ્રસરી હતી.. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંજાર પોલીસે જણાવ્યું હતું કે, સાગા પ્લાયની નજીકના રોડ ઉપર અંદાજિત 30થી 40 વર્ષની વયના અજાણ્યા પુરુષની રોડ ઉપર ખોદકામ કરતાં કોહવાઈ ગયેલી લાશ મળી હતી. મૃતકે જમણા હાથમાં સ્ટીલનું કડુ પહેર્યું હતું. આ અંગે પોલીસે અકસ્માત નોંધના આધારે મૃતકની ઓળખ મેળવવા તથા બનાવ પાછળનું કારણ જાણવા  તપાસ આરંભી વધુ તપાસ હાથ ધરી છે