અમેરિકાએ ઈરાનના એક તોસ્કા નામનાં જહાજ ઉપર હુમલો કરીને પોતાનાં કબજે કર્યું

copy image

copy image

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની બીજા તબક્કાની વાતચીતની બરાબર પહેલાં જ ફરીથી બંને દેશ વચ્ચે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે, જેના હિસાબે વાટાઘાટ શરૂ થયા પહેલાં જ વિફળ થવાની આશંકા ઊભી થઈ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર   એકતરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે,  પાકિસ્તાનમાં ઈરાન સાથે સમજૂતી પર હસ્તાક્ષર થશે. બીજીતરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને કહ્યું હતું કે, અમેરિકા દબાણ લાવવાની કોશિશ કરે છે, પરંતુ અમે જુકીશું નહીં . નાકાબંદી નહીં હટે, ત્યાં સુધી વાતચીત  મુશ્કેલ છે. કમસે કમ યુદ્ધવિરામ લંબાવાય તેવી આશા વાટાઘાટની અનિશ્ચિતતાથી ધૂંધળી બનતાં દુનિયામાં ફરી ઉચાટ વધ્યો છે. અમેરિકાએ હોર્મુઝમાં ઘેરાબંધી તોડવાનો આરોપ લગાવીને ઈરાનના એક તોસ્કા નામનાં જહાજ ઉપર હુમલો કરીને પોતાનાં કબજે કર્યું છે. જેને પગલે રોષે ભરાયેલા ઈરાને અમેરિકા ઉપર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવીને તેનાં યુદ્ધ જહાજો ઉપર ડ્રોન હુમલો બોલાવી દીધો હતો.. એક ઈરાની માલવાહક જહાજ ઉપર હુમલો કરીને અમેરિકી દળોએ તેને બાનમાં લઈ લીધું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આની ઘોષણા સોશિયલ મીડિયા ઉપર કરી હતી. આ ઘટના બાદ ઈરાન બરાબર ઉશ્કેરાઈ ગયું હતું અને ઓમાનની ખાડીમાં તૈનાત અમેરિકી યુદ્ધ જહાજોને નિશાન બનાવીને તાબડતોબ ડ્રોન હુમલા શરૂ કરી દીધા હતાં ઉલ્લેખનીય છે કે, બન્ને દેશ વચ્ચે 7 એપ્રિલે પાકિસ્તાનની મધ્યસ્થતામાં યુદ્ધવિરામ ઘોષિત કરવામાં આવેલું અને તેની અવધિ 22મી એપ્રિલે પૂર્ણ થવાની છે, તે પહેલાં બંને દેશ વચ્ચે વાટાઘાટનો તખતો તૈયાર થયો હતો, પણ હવે અમેરિકાનાં આ પગલાં બાદ ફરીથી ઈરાન આ વાટાઘાટમાં સામેલ થવા માટે આનાકાની કરવાં માંડયું છે. વાટાઘાટમાં જોડાવાનો ઈન્કાર કર્યા અગાઉ ઈરાને પાક.ને પોતાનો 10 સૂત્રીય પ્રસ્તાવ પણ આપેલો.