બહારની પાર્ટીને આપી રૂ.૭૦ કરોડ આ એકાઉન્ટમાં મેળવી ગુનો આચરતા બે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવતી સાયબર સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ. જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ.શીણોલ સાહેબ તથા સાયબર સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.પી.ચુડાસમા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સાયબર ક્રાઇમ સેલના અ.હે.કો.કિરપાલસિંહ સિંધવ તથા પો.કો.કલ્પેશભાઇ ચૌધરી, ભુમીકાબેન મારવાડા, લક્ષ્મીબેન ગઢવી, દિવ્યાબેન વેકરીયા તથા દિનેશભાઇ ચૌધરી તેમજ એલ.સી.બી.ના કર્મચારી એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહીલ તથા પો.કો. રામજીભાઇ રબારી તથા મહેશકુમાર ચૌહાણનાઓની એક સંયુક્ત ટીમ બનાવી જરૂરી માર્ગદર્શન આપેલ.

જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે નીખીલભાઈ નાનજીભાઈ મહેશ્વરી રહે,રામદેવપીર મંદીરની બાજુમાં, જુની રાવલવાડી, કોડકી રોડ, ભુજ વાળાનુ નિવેદન લઇ તપાસ કરતા જણાવેલ કે રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા શામજીભાઈ ગરવા રહે.ગામ-બીબર તા.નખત્રાણા વાળા સાથે મળી સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરીયાદી બની બન્ને આરોપીઓએ સાયબર ફોડ/છેતરપીંડીના રૂપિયા જે એકાઉન્ટમાં આવતા તે એકાઉન્ટ બહારની વ્યક્તિઓને કમીશન પેટે આપી ગુનો કરેલ હોય જેથી તેમના વિરૂધ્ધ ભુજ શહેર એ-ડીવીઝન પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૨૦૫૦૪૨૨૬૦૪૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૧૭(૨), ૩૧૭(૪), ૩૧૮(૪), ૬૧(૨)(એ), ૩(૫) તથા આઈ.ટી. એક્ટ કલમ –

૬૬(સી) મુજબનો ગુનો સાયબર સેલ તથા એલ.સી.બી. પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ.

બાદ યુક્તિ-પ્રયુક્તીથી બન્ને આરોપીઓની પુછપરછ કરતા જણાવેલ કે લોકો પાસેથી વિશ્વાસઘાત કરી મેળવેલ એકાઉન્ટ કિટ આરોપી નિખીલ નાનજીભાઇ મહેશ્વરીના ઘરે રાખેલ છે જેથી નિખીલના રહેણાક મકાનની તેના વાલીવારસની હાજરીમાં ઝડતી કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

અલગ-અલગ બેન્કના કુલ્લ પાસબુક-૨૭ જેની કિં.રૂ.૦૦/-

  • ચેકબુક-૦૮ જેની કિં.રૂ.૦૦/-

એ.ટી.એમ. કાર્ડસ-૧૮ જેની કિં.રૂ.૦૦/-

મોબાઇલ ફોન નંગ-૦૫ જેની કિં.રૂ.૨૫,૦૦૦/-

  • લેપટોપ નંગ-૦૨ જેની કિં.રૂ.૧૦,૦૦૦/-

એક જીયો કંપનીનુ કાળા કલરનું રાઉટર જેની કિં.રૂ.૧૦૦/-

  • खेड 10T मोडेम (DATA TRANSAFER DEVICES- SKYLINE-E१०) ४नी डि.३.५००/-

અલગ અલગ કંપનીના કુલ્લ – ૨૧ સીમ કાર્ડ જેની કિ.રૂ.૦૦/-

  • એક Indian Overseas Bank QR Code જેની કિ.રૂ.00/-
  • અલગ અલગ કુલ્લ ૭ સ્ટેમ્પ (સિકકા) જેની કિ.રૂ.૦૦/-
  • એક ઉધ્યમ સર્ટીફીકેટ જેની કિ.રૂ.00/-

ઉપરોક્ત ગુના કામના આરોપી (૧) નીખીલભાઈ નાનજીભાઈ મહેશ્વરી રહે.રામદેવપીર મંદીરની બાજુમાં, જુની રાવલવાડી, કોડકી રોડ, ભુજ તથા (૨) રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજા શામજીભાઈ ગરવા રહે.ગામ-બીબર તા.નખત્રાણા વાળાને અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે તથા મળી આવેલ બેન્ક એકાઉન્ટ ખાતાની તપાસ કરાવતા તેમા રૂ.૭૦ કરોડ જેટલી માતબાર રકમનુ ટ્રાંજેક્શન જણાઇ આવેલ છે.