ભચાઉના નવચેતન વૃદ્ધાશ્રમમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ભચાઉના શ્રી નવચેતન વૃદ્ધાશ્રમ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ કચ્છના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. PWD અને SVAP ના નોડલ ઓફિસર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ડી. જે. દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ૭૬થી વધુ વરિષ્ઠ નાગરિકોએ ભાગ લીધો હતો. વડીલોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અચૂક મતદાન કરવા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ વરિષ્ઠ નાગરિકોએ ફરજિયાત મતદાન કરવા માટે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં સહ PWD નોડલ ઓફિસર એન.એસ. ચૌહાણ, સંસ્થાના મંત્રી શ્રી વનરાજસિંહ જાડેજા અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.