પ્રદેશ ભાજપ મંત્રી સંજયભાઈ દેસાઈનો કચ્છ પ્રવાસ યોજાયો કચ્છના મતદારો પર સંપૂર્ણ વિશ્વાસ – સંજય દેસાઈ

કચ્છના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી સંજયભાઈ દેસાઈએ કચ્છમાં પાંચ તાલુકાના પ્રવાસ દરમિયાન ઠેરઠેર મળતા પ્રતિસાદ અને લોકોનો ઉત્સાહ જોઈને તેમણે તમામે તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે ભૂકંપ બાદ ક્ચ્છમાં થયેલા વિકાસકામોના લીધે લોકોમાં ભાજપ પ્રત્યે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે એક અનેરો લગાવ જોવા મળે છે જેના લીધે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક ઉમેદવાર વિજયને વરશે તેવો સંપૂર્ણ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભલે કોઈ પણ હોય પણ આપણી પાર્ટીની પ્રણાલી અને પરંપરા મુજબ “વ્યક્તિ સે બડા દલ ઔર દલ સે બડા દેશ” આ સિદ્ધાંતને કેન્દ્રસ્થાને રાખીને આપણે તો માત્ર ને માત્ર કમળના ચિહ્નને જ મત આપવાનો છે અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીને અવિરત ચાલતી વિકાસની ગતિને વેગ આપવા સૌને પોતાનું યોગદાન આપવા પણ જણાવ્યું હતું.
પ્રદેશ મંત્રી શ્રી દેસાઈએ નખત્રાણા તાલુકાના વડવાભોપા, વરમસેડા, ગંગોણ, મોસુણા, વ્યાર, ઉખેડા, ખાંભલા, લખપત તાલુકાના રામાણીયા, સાયણ, જુલરાઈ, બરંદા, જાડવા, અબડાસાના તાલુકાના નરેડી, બાલાચોડ, સરગુઆરા, દબાણ, નુંધાતડ, ખારુઆ સહિતના ગામોમાં તેમજ અંજાર તાલુકાના ભીમાસર ચકાસર, ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે પ્રચાર પ્રસાર કરીને રબારી સમાજ ઉપરાંત વિવિધ સમાજો સાથે બેઠકો યોજીને ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી.
શ્રી દેસાઈના કચ્છ પ્રવાસ દરમિયાન અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મશરૂભાઈ રબારી, પ્રદેશ કારોબારી સદસ્ય અરજણભાઈ રબારી, શંભુભાઈ આહીર, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ હેઠવાડિયા, કમાભાઈ સુરાભાઈ રબારી, માંડણભાઈ રબારી, જયમલભાઈ રબારી, કાનજી રાજા કાપડી, રાજેશ રબારી તેમજ મંડળના આગેવાનો સહિત વિવિધ સમાજના આગેવાનો સાથે જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની યાદીમાં જણાવાયું હતું.