બંને પક્ષો વચ્ચે ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવવામાં આવશે :ટ્રમ્પ
COPY IMAGE

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુદ્ધવિરામને લંબાવવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઈરાન પોતાનો પ્રસ્તાવ રજૂ ન કરે અને બંને પક્ષો વચ્ચે ચર્ચા પૂર્ણ ન થાય ત્યાં સુધી યુદ્ધવિરામ લંબાવવામાં આવશે. ટ્રમ્પે શુક્રવાર સુધી બીજા તબક્કાની વાતચીતની શરૂઆત થઈ શકે છે તેવો સંકેત પણ આપ્યો યુદ્ધવિરામ લંબાવવા છતાં તેમણે અમેરિકી સૈન્યને ઈરાન સામે ચાલી રહેલી નાકાબંધી ચાલુ રાખવા માટે સ્પષ્ટ આદેશો આપ્યા છે.આ મામલે ઈરાનના સંસદ સ્પીકરના લાહકારે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, હારનારો પક્ષ શરતો લાદી શકે નહીં. દરમિયાન, અમેરિકાની શરતો પર વાતચીત કરવાનો ઈરાને ઈન્કાર કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો પાકિસ્તાન પ્રવાસ સ્થગિત કરાયો હતો. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈરાન-અમેરિકા વચ્ચે આગામી 36થી 72 કલાકમાં વાતચીતનો નવો દોર શરૂ થઈ શકે છે તેમ ટ્રમ્પે જણાવ્યું હોવાનું અમેરિકાના મીડિયા દ્વારા દાવો કરાયો હતો. એક મીડિયા હેવાલ મુજબ, યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાત કરતાં ટ્રમ્પે ખુલાસો કર્યો હતો કે, પાકિસ્તાનના નેતૃત્વએ અમેરિકાને હાલ પૂરતું હુમલો ન કરવા વિનંતી કરી છે