181 દિવસ બાદ કેદારનાથનાં કપાટ ખુલ્યાં : ભાવિકો ઊમટી પડયા

copy image

copy image

રૂદ્રપ્રયાગ ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારની સવારે આઠ વાગ્યે 181 દિવસ બાદ કેદારનાથધામનાં કપાટ વિધિવત્ ખોલાયાં હતાં. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કપાટ ખુલતાં જ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પહેલી પૂજા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નામે કરાવી હતી જેનામાં સેનાએ હેલિકોપ્ટરથી ફૂલ વરસાવ્યાં હતાં. વૈદિક વિધિવિધાન સાથે પૂજા પ્રક્રિયા પૂરી થયા બાદ વિશાળ સંખ્યામાં ભક્ત સમુદાય બાબા કેદારનાં દર્શનાર્થે ઊમટી પડયો હતો. જે દરમિયાન , નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકની કચેરીએ ફાટા, સિરસી અને ગુપ્ત કાશીમાં સંચાલિત હેલિકોપ્ટર સેવાઓ પર નિયમોની અવગણના કરવા બદલ તાત્કાલિક અસરથી રોક મૂકી દીધી હતી.