‘પરમાણુ હુમલો નહીં કરું’: ‘ઈરાનની સૈન્ય તાકાત તો પહેલેથી જ ધ્વસ્ત થઈ ગઈ છે’ :ટ્રમ્પ
copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ મુકતા અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, ‘અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે, કારણ કે હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય તાકાતને પહેલાથી જ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.’વધુમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, ‘હું પરમાણુ હથિયારોનો ઉપયોગ શા માટે કરીશ? અમે પરંપરાગત શસ્ત્રો દ્વારા જ ઈરાનના સૈન્ય માળખાને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. કોઈએ પણ ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અમેરિકાએ આ ઘાતક હથિયાર વિના જ ઈરાનની લશ્કરી કમર તોડી નાખી છે, તેની નૌકાદળ ડૂબી ગઈ છે અને વાયુસેના તેમજ રડાર સિસ્ટમનો નાશ કરાયો છે.’