ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે,તેઓ તાત્કાલિક દેશ છોડવા અપીલ :ભારતીય દૂતાવાસે આપી એડવાઈઝરી

copy image

copy image

મધ્ય પૂર્વમાં વધતા તણાવ બાદ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે ગુરુવારે  એક નવી અને કડક ટ્રાવેલ એડવાઈઝરી  જાહેર કરાઇ છે.પ્રાથમિક માહિતી અનુસાર દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રા ન કરવાની ચેતવણી આપી છે અને ત્યાં હાજર ભારતીયોને સુરક્ષિત બહાર નીકળવાનો નિર્દેશ આપ્યો છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, ‘ભારતીય નાગરિકો હવાઈ અથવા જમીની માર્ગે ઈરાનની યાત્રા ન કરે. ઈરાનની યાત્રા કરવી સુરક્ષાની દૃષ્ટિએ જોખમી બની શકે છે.’ તેમજ એડવાઈઝરીમાં કહેવાયું છે કે, ‘જે ભારતીય નાગરિકો હાલમાં ઈરાનમાં છે, તેઓ તાત્કાલિક દેશ છોડી દે. નાગરિકો દૂતાવાસના સંપર્કમાં રહે.’સ્થિતિની ગંભીરતાને જોતા ભારતીય દૂતાવાસે તમામ નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. આ માટે દૂતાવાસે સંપર્ક નંબર પણ જારી કર્યા છે: મોબાઈલ નંબર: +989128109115; +989128109109, +989128109102; +989932179359 ઈમેલ: cons.tehran@mea.gov.in