ભાજપે ફરીથી પંજાબીઓ સાથે દગો કર્યો:કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં લખ્યું

copy image

copy image

આમ આદમી પાર્ટીના પ્રમુખ નેતા રાઘવ ચઢ્ઢાના પક્ષ છોડીને ભાજપમાં જોડાવાના નિર્ણયથી રાજકીય માહોલ અચાનક જ ગરમ થયો છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર નિશાન તાક્યું હતું.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર માત્ર એક લાઈનમાં લખ્યું હતું કે ભાજપે ફરીથી પંજાબીઓ સાથે દગો કર્યો છે. આ સાથે ભાજપ દ્વારા ઓપરેશન લોટસ થયું હોવાનો આરોપ મુકાયો હતો અને પંજાબની વિધાનસભામાંથી પણ આપના ધારાસભ્યોને તોડવાનું ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી હતી.  દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક્સ ઉપર પોસ્ટ કરી હતી કે તેઓ ત્રણ દિવસથી ગુજરાતમાં છે, ગુજરાતમાં હજારો કાર્યકર્તા પોતાનો જીવ જોખમમાં મુકીને તમામ ખતરા અને ભાજપની ધમકીઓ સહન કરીને આપની વિચારધારા મજબૂત કરવા લોહી પરસેવો વહાવી રહ્યા છે ત્યારે અમુક ગદ્દારોએ પંજાબના કાર્યકરોની મહેનતનો સોદો  કરી લીધો છે. જે રાજ્યસભા સભ્યો ભાજપ સામે  નમી ગયા છે તેઓએ પોતાની અંગત મજબૂરી, ડર અને લાલચના કારણે પંજાબના લોકો સાથે ગદ્દારી કરી છે અને પંજાબ તેઓને ક્યારેય માફ કરશે નહી. કોંગ્રસ નેતા ઉદીત રાજે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હવે એવી સ્થિતિ બની છે કે આપનો એક મોટો હિસ્સો ભાજપમાં ગયો છે. તેમના અનુસાર જ્યારે કોઈ પાર્ટીના બે તૃતિયાંશ સભ્ય અલગ થાય છે ત્યારે તે સમૂહને માન્યતા મળી જાય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપ સીધી ચૂંટણી જીતી શકતો ન હોવાથી `તિકડમબાજી’ મારફતે પંજાબની રાજનીતિને અસરગ્રસ્ત કરવાની કોશિશ     કરે છે.