વધતી જતી ગરમીના કારણે અત્યાર સુધી મતદાન ઓછું થયું હોય તેવું અનુમાન

કચ્છ જિલ્લામાં આજે સવારથી જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે, જેમાં જિલ્લાના તમામ મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જોકે વધતી જતી ગરમીના કારણે અત્યાર સુધી મતદાન ઓછું થયું હોય તેવું અનુમાન છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર સવારથી જ પ્રક્રિયા સુચારુ રીતે ચાલી રહી છે અને ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સવારના 1 વાગ્યા સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં 25.52% જ્યારે
અંજાર નગરપાલિકામાં 36.27%, ભુજમાં 32.09%
માંડવીમાં 37.57%, મુંદરામાં 44.63% અને નખત્રાણા નગરપાલિકામાં 35.99%
જેટલું મતદાન નોંધાયું છે. કચ્છના કુલ 1,866 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા કાર્યરત છે, જેમાં મોકપોલ દરમિયાન અંદાજે 13 જેટલા EVM માં નાની ટેકનિકલ ક્ષતિઓ જણાઈ હતી જેને તંત્ર દ્વારા તાત્કાલિક બદલી દેવામાં આવ્યા હતા અને મતદાન શરૂ થયા બાદ પણ 2 મશીનોમાં પ્રશ્નો આવતા સ્થાનિક ટીમોએ સ્થળ પર જઈને તેનો ત્વરિત નિકાલ કર્યો હતો. સમગ્ર જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર મતદાન પ્રક્રિયા આગળ વધી રહી છે અને રિટર્નિંગ ઓફિસરો સહિત વહીવટી ટીમો સતત નિરીક્ષણ કરી રહી છે જેથી નાગરિકોને મતદાનમાં કોઈ અગવડ ન પડે.
બાઈટ : આનંદ પટેલ
કચ્છ કલેકટર