વાટાઘાટના બીજા તબક્કા માટે ઈસ્લામાબાદ પહોંચનારા અમેરિકાના અધિકારીઓને મળ્યા વિના જ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સ્વદેશ પાછા ફર્યા

copy image

copy image

મધ્ય-પૂર્વમાં અશાંતિનો અંત આણવા માટે પાકિસ્તાનમાં શાંતિ વાટાઘાટ સામે ફરી અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વાટાઘાટના બીજા તબક્કા માટે ઈસ્લામાબાદ પહોંચનારા અમેરિકાના અધિકારીઓને મળ્યા વિના જ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સ્વદેશ પાછા ફર્યા હતા. પોતાનાં રોકાણ દરમ્યાન તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, સૈન્યવડા આસીમ મુનીર અને અન્ય અધિકારીઓને મળ્યા હતા. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દૂતોને ઇસ્લામાબાદ જતા રોક્યા હતા અને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, જો ઇરાનને વાતચીત કરવી હોય તો તે જાતે અમેરિકાનો સંપર્ક કરી શકે છે. અહેવાલો મુજબ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર ઈસ્લામાબાદ પહોંચવાના હતા, પરંતુ અરાઘચી તેમને મળ્યા વિના જ રવાના થતાં શાંતિ વાટાઘાટનાં ભાવિ સામે સવાલ ઉઠયા છે. એજન્સીના અહેવાલ મુજબ અરાઘચીએ પાકિસ્તાનને ઈરાનની શરતો અને અમેરિકાની માંગ સામેના વાંધાઓ સોંપ્યા હતા. ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાથી ઈન્કાર કર્યો હતો ઈરાન તરફથી અમેરિકા સાથે કોઈ સીધી મંત્રણા નકારી દેવામાં આવી હતી અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ પહોંચે તે પહેલાં જ ઈરાનના વિદેશમંત્રી ઈસ્લામાબાદથી રવાના થઈ ગયા હતા. પાકિસ્તાન તરફથી બન્ને પક્ષને સમજાવીને વાટાઘાટ માટે મનાવવાના છેલ્લી ઘડીના પ્રયાસો ચાલી રહ્યા હતા, પણ ઈરાને આમાં તેને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકા અને ઈઝરાયલ સામે લાંબા તનાવ અને ઘર્ષણ બાદ ઈરાને હવે એક મહત્ત્વનું પગલું ભરતાં કોમર્શિયલ વિમાન સેવાને ફરીથી શરૂ કરી દીધી છે