અમેરિકાની સંસદમાં એચ-1બી વિઝાનો ખતરો
copy image

અમેરિકામાં ભારતીયોની નોકરી ઉપર મોટો ખતરો સર્જાય તેવા એક ઘટનાક્રમમાં અમેરિકાની સંસદમાં એચ-1બી વિઝા ઉપર ત્રણ વર્ષ માટે રોક લગાવતો ખરડો પેશ થઈ ચૂક્યો છે. જો આ ખરડો પસાર થઈ જશે તો ભારતીયોની નોકરી જોખમાશે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર વર્ષ 2022-23નાં આંકડા જોવામાં આવે તો અમેરિકાનાં એચ-1બી વિઝા પ્રાપ્ત કરનારા લોકોમાં 72 ટકા ભારતીયો હતાં. જો આ વિઝા ઉપર રોક મૂકવામાં આવે તો અમેરિકામાં નોકરી કરવાનાં ભારતીયોનાં સપના તૂટી જશે. રિપબ્લિકન પાર્ટીનાં સાંસદોનાં એક સમૂહે અમેરિકી સંસદમાં એચ-1બી વિઝા કાર્યક્રમને ત્રણ વર્ષ માટે સ્થગિત કરવાંની માગણી કરતું વિધેયક રજૂ કર્યુ છે. રિપબ્લિકન પાર્ટીનાં સાંસદોનો તર્ક એવો છે કે, આ કાર્યક્રમનો દુરુપયોગ કરીને અમેરિકી કામદારોનાં સ્થાને સસ્તા વિદેશી કર્મચારીઓ લાવવામાં આવે છે. એરિઝોનાનાં સાંસદ એલી ક્રેને આ ખરડો દાખલ કર્યો છે અને તેને અન્ય સાત રિપબ્લિકન સાંસદોનું સમર્થન છે.