ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અમેરિકા સમક્ષ નવો પ્રસ્તાવ મૂક્યો

copy image

AI GENERATED IAMGE

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને બે મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ સમજૂતી થઈ શકી નથી સતાવર માહિતી અનુસાર ઈરાને પાકિસ્તાન મારફતે વ્હાઇટ હાઉસને એક નવો પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં તે વિશ્વના મહત્ત્વના વેપારી માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા તૈયાર થયું છે. જોકે, ઈરાને એક મોટી શરત મૂકી છે કે તે પરમાણુ હથિયારો અંગેની ચર્ચા હાલ નહીં પણ પછીથી કરશે. ઈરાન ઈચ્છે છે કે પહેલા દરિયાઈ સંકટ ઉકેલાય અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નાકાબંધી હટાવવામાં આવે, ત્યારપછી જ પરમાણુ મુદ્દે વાતચીત શરૂ કરવામાં આવશે. ઈરાને આ પ્રસ્તાવમાં લાંબા સમય સુધી સીઝફાયર જાળવી રાખવાની અથવા તેને કાયમી શાંતિમાં બદલવાની તૈયારી પણ દર્શાવી છે. બીજી તરફ, ઈરાનની આ ડીલે વોશિંગ્ટનની ચિંતા વધારી છે. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે જો પરમાણુ કરાર પહેલા નાકાબંધી હટાવી લેવામાં આવે, તો ઈરાન પર દબાણ લાવવાની તેમની શક્તિ ઘટશે ટ્રમ્પે અગાઉ સંકેત આપ્યા હતા કે જ્યાં સુધી કોઈ નક્કર સમજૂતી નહીં થાય ત્યાં સુધી દરિયાઈ નાકાબંધી ચાલુ રહેશે અને જો નિકાસ અટકશે તો ઈરાનનું ઓઇલ તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગશે.