કિડાણામાં લોહિયાળ ઘરકંકાસ પતિએ કરી પત્નીની હત્યા
copy image

ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોત નિપજવી હતી . હત્યા બાદ નાસી ગયેલા શખ્સને પોલીસે રાઉન્ડ-અપ કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કિડાણાના એકતાનગરમાં રહેતા શ્રમિક પરિવારમાં આ ઘટના બની હતી અહીં રહેનાર જેનતબેન અને અશરફના દામ્પત્ય જીવનમાં એક 10 વર્ષીય બાળકી, 4-5 વર્ષનો પુત્ર છે. આ બંને શ્રમિક જેમ-તેમ કરીને પેટીયું રળતા હતા. બંને વચ્ચે જમવા બાળકોની સાર સંભાળ સહિતના મુદ્દે કંકાસ થતો હોવાનું પોલીસ સૂત્રોએ બતાવ્યું હતું. ગત મોડી રાત્રે આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. બે બાળક સાથે મહિલા ખાટલા પર સૂતા હતા ત્યારે ઉશ્કેરાયેલા અશરફ લંઘાએ ઘરમાં રહેલી ધારદાર કુહાડી ઉપાડી મહિલાને માથામાં ઘા ઝીંકતા મહિલાનું મોત નીપજ્યું હતું. સવારે બંને બાળક જાગી જતાં અને પોતાની માતાને જગાડવા જતાં લોહી દેખાયું હતું અને રાડારાડ કરતાં બાળકો બહાર દોડી ગયા હતા અને આસપાસના લોકોને જાણ કરી હતી. વહેલી સવારે 112માં ફોન કરી બનાવની જાણ કરાઈ હતી.. બનાવ સ્થળે જઈ પોલીસે તપાસ હાથ ધરી નાસી ગયેલા શખ્સને રાઉન્ડ-અપ કરી લીધો હોવાનું સામે આવ્યું હતું. પિતાના હાથે માતાની હત્યા બાદ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલાની લાશને પી.એમ. માટે લઈ જવાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.