વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્ટ ડિનર દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર; આબાદ બચાવ

image-282

copy image

copy image

અમેરિકા-ઇરાન યુદ્ધની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વોશિંગ્ટનમાં જ હુમલો થતાં દોડધામ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર વોશિંગ્ટન ડીસીમાં  હિલ્ટન હોટલમાં વાર્ષિક વ્હાઇટ હાઉસ કોરસ્પોન્ડન્ટ ડિનર દરમ્યાન અચાનક ગન અને છરીઓ સાથે આવેલા શખ્સે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ટ્રમ્પને નિશાન બનાવીને કરાયેલા આ હુમલા બાદ તરત સિક્રેટ સર્વિસ એજન્ટોએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સુરક્ષિત બહાર કાઢયા હતા. હુમલાખોરની ધરપકડ કરી લેવાઇ હતી. એક સુરક્ષા અધિકારીને  ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે. ગોળીબાર થયો ત્યારે `વોશિંગ્ટન હિલ્ટન’ હોટલના હોલમાં ટ્રમ્પ સાથે પત્ની મેલેનિયા, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ તેમજ ટોચના અધિકારીઓ હાજર હતા. સુરક્ષા એજન્સીઓએ કોલ થોમસ એલન  નામના આ શખ્સને કસ્ટડીમાં લઇને પૂછપરછ આદરી છે. તેને સોમવારે કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતા છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, હું જ આ હુમલાખોરનો નિશાન હતો. ગોળીબારના દોઢ કલાક બાદ ટ્રમ્પે પત્રકારોને સંબોધતાં બતાવ્યું હતું કે, અમેરિકાના સંવિધાન પર આ હુમલો થયો છે. સિક્રેટ સર્વિસે મારો જીવ બચાવ્યો. સુરક્ષા કર્મીઓએ બહાદૂરી સાથે કામ કર્યું. જે અધિકારીને ગોળી વાગી હતી, તે સુરક્ષિત છે. તેમણે બૂલેટપ્રૂફ જાકિટ પહેરી હતી. હુમલાખોર પાસે શક્તિશાળી ગન હતી. અહેવાલ અનુસાર હુમલાખોરની ઓળખ 31 વર્ષીય કોલ ટોમસ એલનના રૂપમાં થઇ હતી, જે કેલિફોર્નિયાનો છે. સુરક્ષા એજન્સીઓ માટે આ હુમલો મોટા પડકારરૂપે જોવાઇ રહ્યો છે. કારણ કે, કાર્યક્રમમાં પ્રવેશ માટે કડક સુરક્ષા તપાસ કરાતી હોય છે. પોલીસ વિભાગના અધિકારી જેફરી કેરોલ અનુસાર હુમલાખોર એ જ હોટલનો મહેમાન બન્યો હતો, જ્યાં વ્હાઇટ હાઉસ તરફથી કાર્યક્રમમાં આયોજન થયું હતું. તે જે રૂમમાં હતો તેની પોલીસ તપાસ કરી રહી છ. અમેરિકી એટોર્નીએ કહ્યું હતું કે, હુમલાખોર ઉપર બે આરોપ લાગ્યા છે. પહેલો આરોપ હિંસક અપરાધ દરમિયાન હથિયારનો ઉપયોગ કરવો અને બીજો અપરાધ ખતરનાક હથિયારથી ફેડરલ અધિકારીઓ ઉપર હુમલો કરવાનો છે