રવિવારે `રવિ’નો પ્રકોપ કચ્છ પર અગનગોળો બનીને વરસ્યો ;પારો 45ને પાર

copy image

copy image

 રવિવારે `રવિ’નો પ્રકોપ કચ્છ પર અગનગોળો બનીને વરસ્યો હતો. લૂ ઓકતા ઉની વાયરા સાથે વરસતી અગનજ્વાળા વચ્ચે અંજાર-ગાંધીધામને આવરી લેતાં કંડલામાં મહત્તમ પારો 45.2 ડિગ્રીએ પહોંચ્યુ હતું. મળતી માહિતી અનુસાર એક જ દિવસમાં મહત્તમ પારો પાંચ ડિગ્રી ઊંચકાતાં જનજીવન અગનવર્ષાથી તોબા પોકારી ઊઠયું હતું ભુજમાં પણ અડધો ડિગ્રીના વધારા સાથે પારો 43.8 એટલે કે 44 ડિગ્રીથી સાવ નજીક પહોંચતાં મધ્યાહ્નકાળના સમયાંતરે આકરા તાપે શહેરીજનોની અગન કસોટી કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર સ્પષ્ટ રીતે વર્તાયેલી જોવા મળી હતી. કચ્છમાં સૌથી ઓછું મતદાન ભુજ અને અંજાર-ગાંધીધામ વિસ્તારમાં નોંધાયું હતું. સવારે 10 વાગતા જ જાણે આભમાંથી અંગારા વરસવાનું શરૂ થઇ ગયું હતું. બપોરના બારથી ચાર વાગ્યા સુધી તો લૂવર્ષા સાથે તાપનો માર તેની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો.સાંજે છ વાગ્યા બાદ પણ ગરમ પવન ફૂંકાવવાનું જારી રહેતાં કચ્છની તાસીર અનુસારની શીતળતાનો અનભુવ થયો નહોતો. – એપ્રિલમાં પારો 47 ડિગ્રીએ પહોંચ્યો છે