માલદીવ જતાં લોકો સાવધાન :ભારતીય પ્રવાસીઓ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ એક મહત્વપૂર્ણ અને ગંભીર એડવાઈઝરી જારી કરી

copy image

ઉનાળુ વેકેશનનો સમય નજીક છે ત્યારે માલદીવ જવાના પ્લાનિંગમાં રહેલા ભારતીય પ્રવાસીઓ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ એક મહત્વપૂર્ણ અને ગંભીર એડવાઈઝરી જારી કરી છે. જેમાં એનસીબીએ ભારતીયોને માલદીવના સખત બનેલા એન્ટી ડ્રગ કાયદા અંગે ચેતવણી આપી છે. એનસીબીએ સૂચનો આપવાની સાથે સ્પષ્ટ ચેતવણી આપાઇ હતી  કે જો ડ્રગ્સને લઈને કોઈ બનાવમાં ફસાયા તો બહાનું ચાલશે નહીં અને મૃત્યુદંડ સુધીની સજા થઈ શકે છે.  વધુમાં એનસીબીએ સલાહ આપતા કહ્યું હતું કે માલદીવ જતાં બીજાનો સામાન પોતાની પાસે રાખવામાં ન આવે અને જો કોઈનો સામાન પોતાની પાસે હોય તેની દરેક જાણકારી ચેક કરવામાં આવે. એરપોર્ટ અથવા તો પોર્ટના રસ્તે કોઈ અજાણી વ્યક્તિ પોતાનો સામાન લઈ જવાની ભલામણ કરે તો આવા સમયે સતર્ક રહેવામાં આવે અને સાફ ઈનકાર કરી દેવામાં આવે. વધુમાં પોતાના સામાન ઉપર પણ પૂરતી નજર રાખવામાં આવે જેથી કોઈ બેગમાં સામાન રાખી શકે નહી.  એનસીબીએ આગળ કહ્યું હતું કે કોઈપણ દેશમાં કાયદાની જાણકારી નથી તેવું બહાનું સજાથી બચાવી શકતું નથી. કાયદાનું ઉલ્લંઘન કરતા ગંભીર પરિણામ ભોગવવા પડશે.