કચ્છ માટે રેડ એલર્ટ: આગામી 24 કલાક અત્યંત મહત્વના, ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડની આગાહી, કલેક્ટરનો નાગરિકોને સાવચેત રહેવાનો અનુરોધ
હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. કલેક્ટર દ્વારા નાગરિકો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આગામી 24 કલાક કચ્છ જિલ્લા માટે અત્યંત મહત્વના ગણવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ફ્લેશ ફ્લડની સંભાવના વ્યક્ત કરી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે. વીજળીના ચમકારા દરમિયાન ખુલ્લી જગ્યાએ ન જવું, નદી-નાળા પાસે ન જવું અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.
વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આપાતકાલીન સ્થિતિ માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે