ઈરાનમાં SNSCની ચેતવણી પછી સેના હાઈએલર્ટ પર
copy image

ઈરાન સમક્ષ નવો પડકાર ઉભો થયો છે. ઈરાનમાં ગૃહયુદ્ધ શરૂ થવાની શક્યતા, SNSCની ચેતવણી પછી સેના હાઈએલર્ટ પર છે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલે ચેતવણી આપી છે કે માત્ર થોડા જ દિવસોમાં ઈરાનમાં નવા શાસન વિરોધી પ્રદર્શનો શરૂ થવા સંભાવના છે.પ્રાપ્ત થતી વિગતો અનુસાર ઈરાન બાહ્ય દુશ્મનો સામે લડી રહ્યું છે તેવામાં ત્યાં આંતરિક અશાંતિ ઉભી થઈ છે, તેવામાં ઈરાનની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા પ્રત્યે તે કાઉન્સીલે ધ્યાન દોર્યું છે. સતત વધી રહેલી મોંઘવારી હવે હદ પાર કરી રહી છે. તેથી દેશભરમાં અસંતોષ વધયો છે. તે રાષ્ટ્રીય સલામતી અને આંતરિક સ્થિરતા માટે ખતરારૂપ છે. આથી સલામતી દળોને હાઈએલર્ટ ઉપર રહેવા આદેશ અપાયો છે.વધુમાં ન્યાયિક અધિકારીઓએ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે આમાં પ્રદર્શનો ઉપર મુહારબા જેવા ગંભીર આક્ષેપો પણ મુકવામાં આવ્યા છે. તેમાં મૃત્યુદંડ જેવી પણ કલમો છે, સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ એ કાનૂન તોડનારી સત્તાઓથી દૂર રહે.