ભારતે રશિયા સાથે ફાસ્ટ-ટ્રેક ફર્ટિલાઇઝર ફેકટરી બાંધવા નિર્ણય

copy image

copy image

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુધ્ધે ભારતની યુરિયાની જરૂરિયાતો ઉપર ગંભીર અસર કરી છે. તેથી ભારતે રશિયા સાથે ફાસ્ટ-ટ્રેક ફર્ટિલાઇઝર ફેકટરી બાંધવા નિર્ણય લીધો છે. આ ફેકટરી ભારત રશિયાનું સંયુક્ત સાહસ બનશે અને બે વર્ષમાં તે ઉત્પાદન શરૂ કરશે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઇંડીયન પોટાશ કંપનીના મેનેજિંગ ડાયરેકટર પી.એસ. ગરેવાને પત્રકારોને આ માહિતી આપતાં બતાવ્યું હતું કે પોટાશ ફર્ટીલાઇઝર્સ માટે મહત્વની જરૂરિયાત છે. તે રશિયાના સમારા સ્થિત સાથે સહકારમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવાની છે. ભારતીય એગ્રીકલ્ચર નાઇટ્રોજન- બેઝડ યુરિયા ફર્ટિલાઇઝર્સ ઉપર ઘણું આધારભૂત છે.મધ્ય પૂર્વમાં અમેરિકા- ઇઝરાયલ ઇરાનનાં યુદ્ધે યુરિયાની જરૂરિયાત ઉભી કરી દીધી છે. ભારત દર વર્ષે આશરે ૩૦૦ લાખ મે.ટન યુરિયા વાપરે છે. તે પૈકી ૭૧% યુરિયા તો મધ્યપૂર્વમાંથી મેળવે છે. હોર્મુઝમાં અમેરિકાએ કરેલા બ્લોકેજને લીધે સ્થિતિ ઘણી વણસી છે.ત્રણ ભારતીય કંપનીઓ રશિયાની કંપની સાથે સહકાર સાધી યુરિયાનું ઉત્પાદન કરવાની છે. તેમાં ઇંડીયન પોટાશ લિમિટેડ, રાષ્ટ્રીય ફર્ટિલાઇઝર્સ લિમિટેડ તથા નેશનલ ફર્ટિલાઇઝર્સ કંપની જોડાયેલી છે.