યુએઇનો”ઓપેક અને ઓપેકપ્લસ”ને છોડવાનો નિર્ણય

copy image

copy image

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત યુએઇએ પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન ઓપેક અને ઓપેકપ્લસમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે. યુએઇના જનવ્ય પ્રમાણે , આર્થિક દૃષ્ટિકોણ અને બદલાતા ઊર્જા લેન્ડસ્કેપને કારણે તેણે 60 વર્ષ પછી આ જોડાણમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે. ઓપેક એ મુખ્ય તેલ ઉત્પાદક દેશોનું એક સંગઠન છે, જે વૈશ્વિક તેલ પુરવઠા અને ભાવને પ્રભાવિત કરવા માટે ઉત્પાદન નીતિઓનું કરે છે. યુએઇના સંગઠન  નિર્ણયથી વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા વધી શકે છે. આ ઘટનાક્રમ ભારતને પણ અસર કરશે. યુએઈએ એક  નિવેદનમાં બતાવ્યું હતું કે, તે ઓપેક્સ પ્લસમાંથી પણ નીકળી રહ્યું છે, જેમાં રશિયા પણ સામેલ છે. આ પગલાંને ઓપેક્સ અને તેના મુખ્ય સભ્ય, સાઉદી અરેબિયા માટે એક મોટો ઝટકો મનાય છે. આ જૂથ સામૂહિક રીતે વિશ્વના આશરે 36 ટકા તેલનું ઉત્પાદન કરે છે અને વૈશ્વિક તેલ ભંડારના આશરે 80 ટકા પર નિયંત્રણ રાખે છે. યુએઈ લાંબા સમયથી ઓપેકમાં ઉચ્ચ ઉત્પાદન ક્વોટાની માંગ કરી રહ્યું છે, જેથી સંગઠનની સ્થાપિત મર્યાદાઓથી આગળ વધીને તેની ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર કરી શકાય. યુએઈ વિશ્વના ટોચના 10 સૌથી મોટા તેલ ઉત્પાદકોમાંનો એક છે અને વૈશ્વિક તેલ ઉત્પાદનમાં આશરે ત્રણ ટકાથી ચાર ટકા ફાળો આપે છે.