સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી હોવા છતાં ટ્રમ્પ પ્રશાસન પોતાની નીતિઓ પર મક્કમ

copy image

copy image

સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી હોવા છતાં ટ્રમ્પ પ્રશાસન પોતાની નીતિઓ પર મક્કમ છે.સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા. કોર્ટના મતે ટ્રમ્પે 1977ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’નો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેરિફ લગાવ્યા હતા. હવે ટ્રમ્પ પ્રશાસન નવી કાયમી ટેરિફ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ યુએસ ઇકોનોમીને વિદેશી સ્પર્ધાથી બચાવવાનો અને સરકારી આવક જાળવી રાખવાનો છે. આ માટે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બે મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જો કોઈ દેશ ‘અયોગ્ય’ કે ‘ભેદભાવપૂર્ણ’ વેપાર નીતિ અપનાવશે, તો તેના પર ટ્રેડ એક્ટ-1974ના સેક્શન 301 હેઠળ કાયમી ટેરિફ લાદવામાં આવશે. આ નવી નીતિનો સીધો બોજ આયાતકારો પર પડશે, જે અંતે મોંઘવારી સ્વરૂપે સામાન્ય જનતાએ ભોગવવો પડી શકે છે. ભારત સહિત 60 દેશો રડાર પર ટ્રમ્પ પ્રશાસન હવે નવી કાયમી ટેરિફ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેના માટે બે મુખ્ય તપાસ શરૂ કરવામાં આવી છે: ફોર્સ્ડ લેબર (જબરન મજૂરી): ભારત સહિત 60 દેશો આ તપાસના રડાર પર છે. જે દેશોમાં મજૂરોનું શોષણ કરીને સસ્તી ચીજો બનાવાય છે, તેની આયાત પર રોક લગાવવામાં આવશે. ઓવર પ્રોડક્શન: ચીન, યુરોપીયન યુનિયન અને જાપાન જેવા 16 મુખ્ય ટ્રેડ પાર્ટનર્સ સામે તપાસ ચાલી રહી છે. આરોપ છે કે આ દેશો વધુ ઉત્પાદન કરીને અમેરિકન બજારમાં કિંમતો ઘટાડી રહ્યા છે.