મેઘપર બોરીચીમાં કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

copy image

copy image

મેઘપર બોરીચીની જુદી જુદી સોસાયટીઓમાં લઇ જઇ કિશોરી ઉપર બળાત્કાર ગુજારનારા શખ્સ સામે ગુનો નોંધી પોલીસે તપાસ આદરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મેઘપર બોરીચીની એક સોસાયટીમાં રહેનાર કિશોરી સાથે હિતેશ મકવાણા નામના શખ્સે પરિચય કેળવ્યો હતો. આ શખ્સ કિશોરીને પોતાના ઘરે તથા પોતાની બહેનના ઘરે લઇ જઇ તેના ઉપર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. પાંચેક મહિના અગાઉ બનેલા આ બનાવ અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ હતી આ બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.