નખત્રાણા તાલુકાના કોટડાએ મજૂરી માંગવા જતાં મળ્યું
copy image

નખત્રાણા તાલુકાના કોટડાના 53 વર્ષીય આધેડ ખેતમજૂરીના પૈસા માગતાં તેમને મૂળ જાડાય હાલે કોટડા (રોહા)ના આરોપીએ ઢોર માર મારી મણકા ભાંગી નાખ્યા હતા. ઇસ્માઇલ વધુ સારવાર અર્થે અમદાવાદ પહોંચે તે પહેલાં જ તેમણે રસ્તામાં દમ તોડયો હતો.પ્રાથમિક માહિતી અનુસાર કોટડા નો શ્રમિક ઇસ્માઇલ છેલ્લા 13 વર્ષથી સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરીનું કામ કરતો હતો પંદર-વીસ દિવસ પહેલાં તે તથા અન્ય ત્રણ આરોપી એરંડા પાક કઢાવા મજૂરીએ ગયા હતા. ચાર દિવસ પહેલાં જારજોકની સીમમાં આવેલા કેણુભાના ગાયોના વાડા પર મજૂરીના બાકી રૂા. 2400 લેવા ઇસ્માઇલ ગયા હતા તે દરમિયાન આરોપીએ ગાળો ભણી ઉશ્કેરાઇ ઇસ્માઇલને જમીન પર પટકી તેની ઉપર બેસીને ધિક્કાપાટુનો માર મારતાં મણકા ખસી ગયા હતા અને નસ પર દબાણ આવતાં બંને પગ કામ કરતા બંધ થઇ ગયા હતા. ઘાયલ આધેડને અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં 26/4ના આ સમગ્ર બનાવ અંગે ઇસ્માઇલે 28/4ના હોસ્પિટલના બિછાનેથી આરોપી પર ગંભીર ઇજા પહોંચાડયાનો ગુનો આરોપી વિરુદ્ધ દાખલ કર્યો હતો દરમ્યાન તેમને વધુ સારવાર અર્થે ગઇકાલે અમદાવાદ ખસેડાઇ રહ્યા હતા ત્યારે વિરમગામ પાસે જ તેમણે એમ્બ્યુલન્સમાં અંતિમ શ્વાસ લીધાની વિગતો પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે