ભુજમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ , ત્રણ સામે ફરિયાદ

copy image

copy image

ભુજ શહેરમાં 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવામાં આવતાં આરોપી અને તેને સાથ સહકાર આપતા તેના માતા-પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુંદરામાં રહેતા આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. આરોપી સગીરાને બાઇક પર બેસાડી પોતાના ઘરે લઇ જઇ, સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે બે વખત બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આરોપીઓએ  આ બાબતે કોઇને જાણ ન કરવા માટે સગીરા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની વિગતો ફરિયાદમાં નોંધાવતાં એ-ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.