બકરીની લાલચે દીપડો પાંજરામાં પુરાયો
copy image

નાના રતાડિયાનાં પ્રાચીન અને પ્રસિદ્ધ યાત્રાધામ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર વિસ્તારમાં હિંસક પ્રાણી દીપડાનો અત્યંત ત્રાસ હતો . આથી તેને પાંજરે પુરવા પાંજરામાં કોઠાસૂઝથી બકરી રખાઇ હતી અને બકરીની લાલચમાં દીપડો પાંજરે પુરયો હતો. મંદિર વિસ્તારમાં જંગલી અને હિંસક પ્રાણી દીપડાનો ખૂબ જ ત્રાસ હતો અને નાના-મોટા અનેક પ્રાણીનો શિકાર કરતો હોવાથી આ વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો. આ વચ્ચે શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરના સેવકગણોએ આ દીપડાને પાંજરે પુરવા માટે કોઠાસૂઝથી પાંજરું રખાયું હતું, જેમાં દીપડાને પકડવા પાંજરામાં બકરીને પણ રખાઇ હતી. દીપડો બકરી ખાવા પાંજરામાં પ્રવેશ કરે, પણ બકરીને આબાદ બચાવી લેવાઈ અને આ કોઠાસૂઝ સફળ થઇ હતી. દીપડો શનિવાર રાત્રે પાંજરામાં પણ પૂરાઇ ગયો હતો અને બકરીનો પણ બચાવ કરાયો હતો. ત્યારબાદ મંદિર સેવકગણ દ્વારા માંડવી વન વિભાગને જાણ કરી દીપડાને સુરક્ષિત સુપરત કરાયો હતો.