મોટી તુંબડીના ગાંજાના કેસમાં આરોપીની સજા સસ્પેન્ડ કરી જામીન આપતી હાઈકોર્ટ
મુંદરાના મોટી તુંબડી સીમમાં `સુતારિયો’ નામના ખેતરમાં મળેલ બાતમીના આધારે એસઓજીએ દરોડો પાડી ગેરકાયદે ગાંજાની ખેતી ઝડપી પાડી હતી. 494 ગાંજાના છોડ તથા 7.544 કિલો ગાંજાના પાન મળી આવતાં તેની કિ.રૂા. 5,81,300 દર્શાવવામાં આવી હતી અને મુંદરામાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેસમાં આરોપી વિરૂદ્ધ તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. વર્ષ 2022નો આ કેસ ભુજ સેશન્સ કોર્ટમાં સ્પે. એનડીપીએસ કોર્ટ દ્વારા આરોપીને દોષિત ઠેરવી આઠ વર્ષની કેદ તથા દંડની સજા ફટકારાઈ હતી. આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ તથા સજા સસ્પેન્ડ કરવાની અરજી કરાતા હાઈકોર્ટે સજા સસ્પેન્ડ કરી નીયમિત જામીન મંજુર કર્યા છે.