લખપત તા.ના પશુપાલકો સાથે દૂધ વેચાણમાં થઇ 26 લાખની છેતરપિંડી
copy image

લખપત તા.ના સોનલનગરના માલધારીઓએ દૂધ વેચ્યા પછી ચૂકવણાના ચેક બાઉન્સ જતાં નારાયણસરોવર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી. સત્વરે મળતી માહતી અનુસંધાને હરેશદાન ગઢવી, રાણીદાન ગઢવી, વરધદાન ગઢવી, પિંગળદાન ગઢવી વિગેરેએ પોલીસ સ્ટેશનને આપેલા પત્રમાં જણાવ્યું હતું કે, મહેસાણા ડેરીને ઘણા સમયથી દૂધ આપતા હતા અને ચૂકવણું પણ થતું હતું. છેલ્લા ઘણા સમયથી પેમેન્ટ ન મળતાં રજૂઆત કરાઇ હતી, જેમાં 26 ચેક મળ્યા હતા જે બાઉન્સ થયા હતા. ત્યારબાદ મહેસાણા કચેરી ખાતે રજૂઆત કરાતાં મહેસાણા બેંકના ડાયરેક્ટરે ચાર ચેક આપ્યા. 26,15,608ની રકમના ચેક પણ બાઉન્સ થયા હતા.આખરે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં આ માલધારીઓએ બેંકના ડાયરેક્ટર સહિત નામજોગ અરજી કરી વિશ્વાસઘાત અને ઠગાઇ બાબતે કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી.