સામખિયાળીમાં ખુલ્લેઆમ જુગાર રમત બે પત્તાપ્રેમીઓની અટક
copy image

સામખિયાળીમાં ખુલ્લેઆમ જુગાર રમતા બે જુગારીઓને પોલીસે ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને બાતમી હકીકત મળેલ કે જૂના બસ સ્ટેશન નજીક તળાવની પાળ પાસે અમુક ઇસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. દરમ્યાન તરત જ પોલીસે રેડ કરી રોકડા રૂા. 3200 સાથે બે ઇસમોની અટક કરી હતી. આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.