ભુજ તાલુકાના દહીસરા નજીક ટ્રેઈલર ચાલકે હડફેટે લેતા એક યુવતીનું કરુંણ મોત

ભુજ તાલુકાના દહીસરા નજીક ટ્રેઈલર ચાલકે હડફેટે લેતા એક યુવતીનું કરુંણ મોત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભુજના દહીસરા ગામ નજીક ભારત પેટ્રોલ પંપ પાસે ટ્રેઈલર ચાલકે સેંકડો મીટર સુધી ઢસડી જતાં યુવતીનું મોત નીપજ્યું. પોલીસ તેમજ ઍમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વધુમાં ટ્રેઈલર ચાલકને રસ્તે જતાં રાહદારીઓએ અટકાવ્યા સાથે મેથી પાક ચખાડ્યો હતો. આ બનાવની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.