આસામમાં હિમંતા કરશે કાલે શપથ ગ્રહણ
copy image

આસામમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ નેતૃત્વ અંગે તમામ અટકળોનો રવિવારે અંત આવ્યો હતો. ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાઈ આવતાં હિમંતા બિસવા સરમા બીજીવાર પૂર્વોત્તર રાજ્યના મુખ્યમંત્રી બનશે. મળતી માહિતી અનુસાર હિમંતા 12મી મેના મંગળવારના દિવસે શપથ ગ્રહણ કરશે. બેઠક બાદ નડ્ડાએ જણાવ્યું હતું કે, જોડાણના અન્ય સહયોગીઓ આસામ ગણપરિષદ (એજીપી) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ)એ પણ સરમાનાં નામને સમર્થન આપ્યું હતું. ભાજપનાં નેતૃત્વવાળા એનડીએ જોડાણે બે તૃતીયાંશ બહુમત સાથે રાજ્યમાં ત્રીજીવાર વિજય હાંસિલ કર્યો છે. આસામમાં 126 સભ્યોની વિધાનસભામાં ભાજપે 82 બેઠકો પર બાજી મારી હતી, તો સાથી પક્ષો એજીપી અને બીપીએફને 10-10 બેઠક મળી હતી. હિમંતા બિસવા સરમાના શપથમાં મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ નીતિન નબીન સહિત ટોચના નેતાઓ જોડાશે. ગુવાહાતીમાં શપથગ્રહણ સમારોહ માટે તડામાર તૈયારીઓ વચ્ચે ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.