હંતા વાયરસથી ડરવાની જરૂર નથી, સ્થિતિ પૂરી રીતે નિયંત્રણમાં છે : ડબલ્યૂએચઓ

image-122

copy image

copy image

સ્પેનના કેનરી દ્વીપ સમૂહના ટાપુ ઉપર એક ચિંતાજનક ઘટનાક્રમે દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ડો. ટેડ્રોસ ઘેબ્રેયેસસે આશ્વાસન આપતા જણાવ્યું છે કે, હંતા વાયરસથી પ્રભાવિત લક્ઝરી ક્રૂઝ શિપ એમવી હોંડિયસના આવવાથી ડરવાની જરૂરિયાત નથી. મળતી માહિતી અનુસાર શિપ રવિવારે 10મી મેના ગ્રાનાડિલા પોર્ટ નજીક પહોંચી હતી. યાત્રીઓ અને અમુક ક્રૂને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા. કોઈપણ યાત્રી હજી સુધી સંક્રમિત મળી આવ્યો નથી. તેમ છતાં સાવધાનીનાં રૂપે તમામને હાઈ રિસ્ક કોન્ટેક્ટ માનવામાં આવી રહ્યા છે. હંતા વાયરસ ગંભીર છે અને ઉંદરનાં માધ્યમથી ફેલાય છે. જે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ક્રૂઝ ઉપર વાયરસ કેવી રીતે ફેલાયો તેની તપાસ ચાલી રહી છે. એમવી હોંડિયસ નામની લક્ઝરી ક્રૂઝ વર્તમાન સમયે  ટેનેરિફ પોર્ટ નજીક છે. સ્પેનના સ્વાસ્થ્ય અધિકારીઓ યાત્રીઓની તપાસ કરી રહ્યા છે. જો કે કોઈનામાં સંદિગ્ધ લક્ષણો જોવા મળ્યા નથી. આ દરમિયાન ડબલ્યૂએચઓ પ્રમુખે જણાવ્યું હતું કે, સ્થિતિ પૂરી રીતે નિયંત્રણમાં છે. જરૂરી સાવધાની રાખવામાં આવી રહી છે અને ડરવાની કોઈ જરૂરિયાત નથી.