સાધારા-દદ્ધર વચ્ચે ખાડાએ લીધો બેનો ભોગ

ખાવડા માર્ગના સાધારા-દદ્ધર વચ્ચે રોડ પર પુલિયા માટે ખોદાયેલા ખાડા પર આડશ કે કોઇ ચેતવણીના બોર્ડ ન મુકાતાં સ્વિફટ કાર ખાડામાં ખાબકતાં કારમાં સવાર બે લોકો ના મોત. શનિવારે સાડા સાત-આઠ વાગ્યાની વચ્ચે સર્જાયેલા આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર જૂના દેઢિયાના 40 વર્ષીય યુવતી ગંભીર ઇજાનાં પગલે શનિવારે મોડીરાત્રે મોત નીપજ્યું હતું. જ્યારે 20 વર્ષીય યુવતીની સ્થિતિ નાજૂક હોવાથી તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાતી વેળાએ રસ્તામાં ધ્રાંગધ્રા પાસે તેણે દમ તોડી દીધો હતો.આમ આ ખાડો મોતનો ખાડો સાબિત થયો છે.