લખપત તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ચરસના વધુ ચાર પેકેટ મળ્યા
copy image

કચ્છના લખપત તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ચરસના વધુ ચાર પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ વધુ એલર્ટ બની છે. રવિવારે નારાયણ સરોવર પોલીસની ટીમ પંજોરાપીર દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રાલિંગ દરમિયાન તેમને ત્રણ જેટલા બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા. આ ઘટનાના થોડા સમય બાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સ ની પેટ્રાલિંગ પાર્ટીને પણ લખપત નજીકના દરિયાકાંઠેથી ચરસનું એક વધુ પેકેટ મળી આવ્યું હતું. આ તમામ ચાર પેકેટને નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.